લંડનઃ લંડનના વેમ્બલી, હેરો, કિંગ્સબરી, રીકમન્સવર્થ અને સાઉથ લંડન વિસ્તારમાં વિશાળ એશિયન સુપર માર્કેટ અને કેશ એન્ડ કેરીનો બિઝનેસ ધરાવતા વી.બી. એન્ડ સન્સ પરિવારના સદ્દગત ચુનીલાલભાઇ નથવાણીના દીકરા કિરણ નથવાણી (રીકમન્સવર્થ વી બી સન્સ) તથા એમના પત્ની શિલ્પા નથવાણીનું કેનેડાના કેલગરી ખાતે રવિવારે ગમખ્વાર કાર અકસ્માતમાં નિધન થયું છે. શિલ્પાબેન ડો. દયાળજીભાઇ તથા નર્મદાબેન ચોટાઇના દીકરી અને નરેન્દ્રભાઇ તથા અશ્વિનભાઇ ચોટાઇના બહેન છે.
કેનેડાની કલરફૂલ ઓટમ અને રોકી માઉન્ટેન નિહાળવા ગયેલા આ દંપતીની કાર ટ્રક સાથે અથડાતાં ઘટનાસ્થળે જ બંનેના કરૂણ મોત થયાં હતાં. આ દુઃખદ સમાચારને પગલે નથવાણી પરિવાર સહિત સમગ્ર લોહાણા સમાજ અને ગુજરાતી સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.


