લંડનઃ કેન્સરગ્રસ્ત પેશન્ટ્સને રોગનો ઉથલો આવતો અટકાવવાની શક્તિ ધરાવતી નવી દવાના કારણે કેન્સરની સારવારમાં ક્રાંતિ સર્જાશે તેમ વિજ્ઞાનીઓનું માનવું છે. કેન્સર નિષ્ણાતો કહે છે કે ડોક્ટરો થોડાં જ વર્ષમાં સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી જેવી ફ્રન્ટલાઈન સારવાર તરીકે ઈમ્યુન-સેલ થેરાપીનો ઉપયોગ કરી શકશે.
આનો અર્થ એ છે કે લિવિંગ ડ્રગ્સનો ઉપયોગ રોગમાંથી સાજા કરવાનો થશે અને તે પછી લોહીમાં જળવાઈ રહેશે જેથી તેનો ઉથલો આવે નહિ. બ્રિટનમાં ૨૦ લાખથી વધુ લોકો કેન્સરમાંથી બચી શક્યા છે, પરંતુ બ્રેસ્ટ કેન્સરના ૨૫ ટકા કેસ ફરી ૧૦ વર્ષમાં દેખા દે છે. પ્રોસ્ટેટ કેન્સરની સારવાર પછી ૨૦થી ૪૦ ટકા પુરુષો ફરીથી રોગના ઉથલાનો અનુભવ કરે છે.


