કેન્સરને માત આપવા કિંગ કટિબદ્ધ

Tuesday 13th February 2024 12:37 EST
 
 

લંડનઃ કેન્સરનું નિદાન થયા બાદ સેન્ડરિંગહામ ખાતે સારવાર લઇ રહેલા કિંગ ચાર્લ્સ તૃતિયે રવિવારે સવારે ચર્ચ સર્વિસમાં હાજરી આપી હતી. તેમની બોડી લેંગ્વેજ સ્પષ્ટ કહી રહી હતી કે તેઓ કેન્સરને માત આપવા અને તેમની રાજવી ફરજો નિભાવવા કટિબદ્ધ છે. આ પહેલાં દેશભરમાંથી મળી રહેલા પ્રેમ અને સમર્થનથી અભિભૂત થયેલા કિંગ ચાર્લ્સે શનિવારે રાત્રે આભાર સંદેશ જારી કરતાં જણાવ્યું હતું કે, મને ઘણી રાહત મળી છે. મારા કેન્સરના નિદાને દર્દીઓને મદદ કરતાં સંગઠનો પર પણ પ્રકાશ ફેંક્યો છે. ક્વીન કેમિલાએ પણ જણાવ્યું હતું કે, અમે ઘણા પ્રભાવિત થયાં છીએ. કિંગ ચાર્લ્સ કોમનવેલ્થ અંતર્ગત ઓસ્ટ્રેલિયાની મુલાકાત માટે પણ પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter