નવી દિલ્હીઃ નિર્મલા સીતારામનના બજેટમાં એનઆરઆઇ માટેના કેપિટલ આસેટ્સ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની સાથે રેસિડેન્ટ ટેક્સપેયર્સને સાંકળી લેવાનો પ્રસ્તાવ મૂકાયો છે. સીતારામને જણાવ્યું હતું કે, એફઆઇઆઇ નોન રેસિડેન્ટ્સ અને રેસિડેન્ટ્સ વચ્ચે કેપિટલ આસેટ્સના ટ્રાન્સફર પર થતા કેપિટલ ગેઇન્સના ટેક્સેશન વચ્ચેના વિરોધાભાસને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકું છું.