કેપ્ટન અવ્હિલાષ રાવત અને ક્રુને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનનો પુરસ્કાર

ભારતીય નેવીના આઇએનએસ વિશાખાપટ્ટનમના કેપ્ટન બ્રિજેશ નામ્બિયાર અને તેમના સાથી નૌસૈનિકોને આ શિપને મદદ કરવવા માટે લેટર ઓફ કમેન્ડેશનથી સન્માનિત કરાયાં

Tuesday 16th July 2024 12:05 EDT
 
 

લંડનઃ રાતા સમુદ્રમાં હૌથી આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બહાદ બચાવ અભિયાનમાં અસામાન્ય સાહસનું પ્રદર્શન કરનાર કેપ્ટન અવ્હિલાષ રાવત અને તેમના ઓઇલ ટેન્કરના ચાલકદળના સભ્યોને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2024ના પુરસ્કારથી સન્માનિત કરાયા છે. હૌથી આતંકવાદીઓના એન્ટી શિપ મિસાઇલ હુમલા બાદ ઓઇલ ટેન્કર માર્લિન લુઆન્ડામાં લાગેલી આગ બૂઝાવવામાં પ્રતિબદ્ધતા અને બહાદૂરી માટે રાવત અને તેમના સ્ટાફને વિજેતા જાહેર કરાયાં છે.

ભારતીય નેવીના આઇએનએસ વિશાખાપટ્ટનમના કેપ્ટન બ્રિજેશ નામ્બિયાર અને તેમના સાથી નૌસૈનિકોને આ શિપને મદદ કરવવા માટે લેટર ઓફ કમેન્ડેશનથી સન્માનિત કરાયાં છે.

26 જાન્યુઆરી 2024ના રોજ માર્લિન લુઆન્ડા જહાજ84,147 ટન નેપ્થા સાથે સુએઝથી ઇન્ચિઓન જતું હતું તે સમયે તેના પર એન્ટી શિપ બેલાસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો કરાયો હતો. તેના કારણે જહાજમાં વિસ્ફોટ થતાં કાર્ગો ટેન્કમાં આગ ફાટી નીકળી હતી. જહાજને નુકસાન થયાં છતાં કેપ્ટન અવ્હિલાષ રાવત અને તેમના સાથીઓએ આગ બૂઝાવવાના ભરપૂર પ્રયાસ કરીને જહાજને આગળ વધતું જારી રાખ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter