કેમિલાને પહેલીવાર સત્તાવાર રીતે ક્વીન કેમિલા સંબોધિત કરાયાં

Tuesday 11th April 2023 13:54 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિયના પત્ની કેમિલાને પહેલીવાર ક્વીન તરીકે સંબોધવામાં આવ્યાં છે. બકિંગહામ પેલેસે 6 મેના રોજ યોજાનારી કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીની આમંત્રણ પત્રિકામાં કેમિલા માટે ક્વીન કેમિલા સંબોધન કર્યું છે. અત્યાર સુધી કેમિલાને ક્વીન કોન્સોર્ટ તરીકે સંબોધિત કરાતા હતા. કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીમાં 2000થી વધુ મહાનુભાવોને આમંત્રણ અપાશે. તે માટેની આમંત્રણ પત્રિકા તાજેતરમાં જ જાહેર કરાઇ હતી. એક સમયે કેમિલાને ઘર ભંગાવનાર મહિલા તરીકે ઓળખવામાં આવતા હતા કારણ કે તેમના અને કિંગ ચાર્લ્સ વચ્ચેના સંબંધોના કારણે જ પ્રિન્સેસ ડાયના અને કિંગ ચાર્લ્સના છૂટાછેડા થયા હતા. 

કિંગ ચાર્લ્સ અને કેમિલા પ્રિન્સેસ ડાયના સાથેના કિંગ ચાર્લ્સના લગ્ન પહેલાં 1981માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી તેમની વચ્ચેના સંબંધો યથાવત રહ્યાં હતાં. 2005માં કિંગ ચાર્લ્સ અને કેમિલાએ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ પોતાના નમ્ર સ્વભાવના કારણે કેમિલાએ બ્રિટિશ જનતાનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter