કેમ્બ્રિયન પેટ્રોલ કોમ્પિટિશનમાં ભારતીય સેનાને ગોલ્ડ મેડલ

Tuesday 17th October 2023 12:43 EDT
 
 

લંડનઃ યુકેના વેલ્સમાં આયોજિત ઇન્ટરનેશનલ મિલિટરી એક્સરસાઇઝ કેમ્બ્રિયન પેટ્રોલ કોમ્પિટિશન 2023માં ભારતીય સેનાને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. ભારતીય સેનાની ગોરખા રાયફલ્સની ટીમે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 111 ટીમે ભાગ લીધો હતો જેમાં 38 ટીમ વિશ્વની સેનાઓની પ્રતિષ્ઠિત રેજિમેન્ટો અને સ્પેશિયલ ફોર્સિઝની ટીમ હતી.

યુકેની સેના દ્વારા આયોજિત થતી કેમ્બ્રિયન પેટ્રોલ કોમ્પિટિશનમાં માનવીય ક્ષમતાઓ અને ટીમ સ્પિરિટની આકરી કસોટી થાય છે. આ સ્પર્ધાને મિલિટરી પેટ્રોલિંગની ઓલિમ્પિક સ્પર્ધા તરીકે પણ ઓળખાય છે. આ સ્પર્ધામાં 60 કિલોમીટરનું પેટ્રોલિંગ 48 કલાક કરતાં ઓછા સમયમાં કરવાનું રહે છે તે દરમિયાન ઘણા પડકારજનક મિશન પણ પાર પાડવાના હોય છે. વેલ્સના પર્વતીય વિસ્તારોમાં આ સ્પર્ધાનું આયોજન કરાય છે. 2021માં પણ ભારતીય સેનાએ આ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter