લંડન
કેર ઇંગ્લેન્ડ અને હોલમાર્ક કેર હોમ્સના અધ્યક્ષ અવનિશ ગોયલને CBEની ઉપાધિ માટે સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતિયના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં સામેલ કરાયા હતાં. 20 એપ્રિલ 2023ના રોજ એક વિધિવત સમારંભમાં બકિંગહામ પેલેસ ખાતે અવનિશ ગોયલને CBEનો ખિતાબ એનાયત કરાયો હતો. સમાજ સેવા અને સખાવતી કાર્યો માટે હોલમાર્ક કેર હોમ્સના સ્થાપક અવનિશ ગોયલને પ્રિન્સેસ રોયલ દ્વારા આ ખિતાબથી સન્માનિત કરાયા હતા. કોરોના મહામારી દરમિયાન કેર ઇંગ્લેન્ડ, કેર વર્કર્સ ચેરિટી અને સ્વયંસેવી ચેમ્પિયનિંગ સોશિયલ કેરના માધ્યમથી તેમણે કરેલી સમાજસેવાની નોંધ લેવામાં આવી હતી. આ પ્રસંગે અવનિશ ગોયલે જણાવ્યું હતું કે, હર મેજેસ્ટી દ્વારા મારા કાર્યોની લેવાયેલી નોંધ માટે હું ઘણો આભારી છું. ક્વીન એલિઝાબેથે તેમના પ્લેટિનમ જ્યુબિલી યરમાં મારા કાર્યોની નોંધ લીધી ત્યારે અમે હોલમાર્ક કેર હોમ્સની પણ સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યાં હતાં. આ સન્માન મારા કાર્યોને એક નવી ઊંચાઇ પર લઇ જવામાં સહાયભૂત થશે.


