કેર એજન્સીનું લાયસન્સ રદ થતાં 100થી વધુ ઇમિગ્રન્ટ્સનું ભાવિ અદ્ધરતાલ

પરિવાર સાથે બ્રિટનમાં વસવાટ માટે ગેરકાયદેસર ઠરવાનું જોખમ સર્જાયું

Tuesday 16th July 2024 12:00 EDT
 

લંડનઃ કેર એજન્સીના વિઝા એન્ડોર્સ કરાવવાના અધિકાર છીનવાઇ જતાં તેના દ્વારા સ્પોન્સર કરાયેલા 100 ઇમિગ્રન્ટ્ અને તેમના પરિવારના સભ્યો બ્રિટનમાં વસવાટ માટે ગેરકાયદેસર ઠરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બ્રાઇટન સ્થિત રિનેઇસન્સ પર્સનલ કેર એજન્સી દ્વારા વિદેશી નાગરિકોને સ્પોન્સર કરીને કામ કરવા માટે લવાયાં હતાં. હવે તેમને નવા સ્પોન્સર શોધવાની અથવા તો પોતાના વતનના દેશમાં પરત જવાની ફરજ પડી રહી છે.

કેર એજન્સી દ્વારા ઊભી કરાયેલી નોકરીઓ યોગ્ય છે અથવા તો તેના સ્ટાફને યોગ્ય વેતન ચૂકવવામાં આવે છે કે કેમ તેવી શંકાઓના કારણે હોમ ઓફિસ દ્વારા આ કેર એજન્સીનું લાયસન્સ રદ કરી નાખવામાં આવ્યું છે. આ કેર એજન્સીને વિદેશી નાગરિકોએ સ્પોન્સરશિપ અને નોકરી મેળવવા માટે હજારો પાઉન્ડની ચૂકવણી કરાઇ હતી.

કેર એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી કંપની કોઇપણ વિદેશી રિક્રુટમેન્ટ એજન્ટ સાથે સંપર્ક ધરાવતી નથી. આ કંપની લંડન અને બકિંગહામશાયરમાં પણ કાર્યરત છે. કંપની દ્વારા પીડિત એક માઇગ્રન્ટે જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા 150 કરતાં વધુ વિદેશી કામદારોને નિયુક્ત કરાયાં હતાં. પરંતુ અહીં 15 કરતાં વધુ લોકો માટે કોઇ કામ જ નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter