કેર ઓપરેટર્સ દ્વારા માર્ઇગ્રન્ટ વર્કર્સનું ગંભીર શોષણ કરાતું હોવાનો આરોપ

સપ્તાહમાં 80 કલાક કામ કરવાની ફરજ પડાતી હોવાની સરકારને ફરિયાદ

Tuesday 11th July 2023 13:00 EDT
 
 

લંડનઃ કેર ઓપરેટર્સ દ્વારા માઇગ્રન્ટ વર્કર્સનું આઘાત પમાડે તેવું શોષણ થતું હોવાનો આરોપ મૂકાયો છે. કેર ઓપરેટર્સ માઇગ્રન્ટ વર્કર્સને રિક્રુટમેન્ટ ફી પેટે હજારો પાઉન્ડ ચૂકવવા દબાણ કરી રહ્યાં છે, તેમને રહેવા માટે અપુરતી સુવિધાવાળી જગ્યાઓ આપી રહ્યાં છે અને સપ્તાહના 80 કલાક કામ કરવાની ફરજ પાડી રહ્યાં હોવાના આરોપ મૂકાયાં છે.

હેલ્થ કેર ટ્રેડ યુનિયન યુનિસનના જનરલ સેક્રેટરી ક્રિસ્ટિના મેકએનીએ આ અંગે સોશિયલ કેર મિનિસ્ટર હેલેન વોટલીને પત્ર લખી સરકારના હસ્તક્ષેપની માગ કરી છે. યુકેના સોશિયલ સેક્ટરમાં 1,65,000 ખાલી પડેલી જગ્યાઓ પર કામ કરવા માટે છેલ્લા એક વર્ષમાં 58000 વિદેશી નાગરિકોને લાવવામાં આવ્યાં હતાં.

મેકએનીએ જણાવ્યું હતું કે, કેર ઓપરેટર્સ દ્વારા આ માઇગ્રન્ટ વર્કર્સને ગમે ત્યારે કામ પર બોલાવવામાં આવે છે. તેમની પાસે 19 કલાકની શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે અને તેમના પગારને અટકાવી રાખવામાં આવે છે. તે ઉપરાંત તેમને પગારનો મોટો હિસ્સો રિક્રુટમેન્ટ એજન્સીને ચૂકવવાની ફરજ પાડવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter