લંડનઃ કાઉન્સિલો દ્વારા ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગરૂપે કેર હોમ્સના 80-90 વર્ષના રહેવાસીઓને ખસેડી સસ્તી ફેસિલિટીઝમાં મોકલાઈ રહ્યા છે જ્યાં તેમની જરૂરિયાતો પૂર્ણ થતી નથી.
ડિમેન્શીઆ સાથેના અશક્ત લોકોને તેઓ ઓળખી ન શકે તેવા હોમ્સમાં મોકલવામાં આવે છે. જેની પસંદગી ઓનલાઈન બીડિંગ સિસ્ટમ્સના ઉપયોગથી સોશિયલ વર્કર્સ કરે છે. જીવનના આખરી મહિનાઓમાં રહેલા વૃદ્ધોને તેમના મુલાકાતી સગાંઓથી દૂરના સ્થળે ખસેડાય છે. તેમનની સંભાળ માટે સપ્તાહના 1000 પાઉન્ડનો ખર્ચ આવરી લેતી જીવનની બચતો ખાલી થતી જણાય અને સ્થાનિક ઓથોરિટીએ ચૂકવણીઓ કરવાની થાય ત્યારે આમ થાય છે. જો સગાંવહાલા ખર્ચાળ ટોપ-અપ ફીઝ ચૂકવી ન શકે તો વૃદ્ધ રહેવાસીઓ ગૂંચવણમાં પડી જાય છે, મિત્રોથી અલગ પડે છે અને અજાણ્યાઓની વચમાં આવી જાય છે જેનાથી ટ્રાન્સફર ટ્રોમાનો ભોગ બની શકે છે.
યુકેના સંખ્યાબંધ કેર હોમ્સના મેનેજરોએ કથિત કેર હોમ્સ એવિક્શન્સ મુદ્દે તાકીદની ચેતવણીઓ જારી કરી છે. કાઉન્સિલના બજેટ્સ ખોરવાઈ જાય અને રહેવાસીઓના બિલ્સને કવર કરી ન શકે ત્યારે કેર હોમ્સ દ્વારા તેમના કોન્ટ્રાક્ટ્સ ટર્મિનેટ કરી દેવાય છે.

