લંડનઃ ઇસ્ટ લંડનમાં આવેલા હૈદરાબાદી બિરિયાની રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઇમ વેઇટર તરીકે કામ કરતી મૂળ કેરળની વિદ્યાર્થિનીની હત્યાના પ્રયાસ માટે 24 વર્ષીય ભારતીયને દોષી ઠેરવાયો છે. શ્રીરામ અમ્બાર્લા કોર્ટમાં હાજર થયો ત્યારે ફસડાઇ પડ્યો હતો. તેને પાણી આપીને બેસાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે 25 માર્ચ 2022ના રોજ મહિલાની હત્યાનો પ્રયાસ કર્યાનો અપરાધ સ્વીકારી લીધો હતો. આ કેસમાં સજાની સુનાવણી જાન્યુઆરી 2024માં થશે.

