કેરેબિયન પ્રવાસ દરમિયાન કિંગ ચાર્લ્સ ગુલામી પ્રથા માટે માફી નહીં માંગે

Tuesday 06th October 2026 10:18 EDT
 
 

લંડનઃ બકિંગહામ પેલેસે જાહેરાત કરી છે કે કિંગ ચાર્લ્સ આગામી કેરેબિયન પ્રવાસ દરમિયાન બ્રિટનના ઈતિહાસના સૌથી અંધકારમય દિવસોનો ઉલ્લેખ તો કરશે, પરંતુ તેઓ ગુલામી પ્રથામાં યુકેની ભૂમિકા માટે કોઈ સત્તાવાર માફી નહીં માંગે અથવા વળતર અંગે જાહેરાત નહીં કરે.

કિંગ ચાર્લ્સ પોતાના મંત્રીઓની સલાહ અને યુકે સરકારની સ્થાપિત નીતિને અનુસરી રહ્યા છે. યુકે સરકારનું માનવું છે કે ગુલામી પ્રથા એક ઘોર અપરાધ હતી પરંતુ તેના માટે નાણાકીય વળતર આપવું એ યોગ્ય ઉકેલ નથી. આ પ્રવાસ દરમિયાન કિંગ ચાર્લ્સ ધ બહામાસ, ગુયાના અને એન્ટિગુઆ એન્ડ બાર્બુડાની મુલાકાત લેશે જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના વડાઓની દ્વિવાર્ષિક બેઠકમાં પણ હાજરી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter