લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના 20 વર્ષીય વિદ્યાર્થી કેશવ આયંગરને એન્ટી એન્ઝાઇટી મેડિસિન વેચવા માટે ડ્રગ ડીલર બેન્જામિન બ્રાઉનને સાડા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી છે. દવાનો ઓવરડોઝ લેવાના કારણે આયંગરનું મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આયંગરે આ દવાનો જાણી જોઇને ઓવરડોઝ લીધો નહોતો અને તેનું મોત ડ્રગના કારણે થયું હતું. તે તેના અભ્યાસના કારણે હાઇ એન્ઝાઇટી લેવલથી પીડાતો હતો.