કૈલાસ માનસરોવર યાત્રા ચીનના માર્ગે શક્ય

Wednesday 02nd March 2016 09:50 EST
 

હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક ટ્રાવેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

લંડનના વેમ્બલી સ્થિત સ્કાયલિંક ટ્રાવેલ દ્વારા વર્ષોથી કૈલાસ માનસરોવરની યાત્રાનું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવે છે. ૨૦૧૫માં નેપાલમાં આવેલ ધરતીકંપના કારણે નેપાલથી કૈલાસ માનસરોવર જવાના જમીન માર્ગને ભારે નુકશાન થવાથી જમીન માર્ગે થતી કૈલાસની તમામ યાત્રાઅો રદ કરવામાં આવી હતી. સ્કાયલિંક ટ્રાવેલના ડાયરેક્ટર શ્રી અનિલભાઇ ભાગીએ જણાવ્યું હતું કે 'અમને આશા હતી કે આ વર્ષે ૨૦૧૬માં નેપાલથી જમીન માર્ગે કૈલાસ જવાની યાત્રા શક્ય બનશે. પરંતુ કમનસીબે નેપાલના એસોસિએશન અોફ કૈલાસ ટૂર્સ દ્વારા અમને સાંપડેલા સંદેશમાં જણાવાયું હતું કે આ વર્ષે નેપાલથી જમીન માર્ગે કૈલાસની યાત્રાઅોનું આયોજન થવાની ખૂબજ જૂજ શક્યતાઅો છે.

સ્કાયલિંક ટ્રાવેલ દ્વારા સૌને પ્રસ્તાવ કરાયો છે કે આ વર્ષે સૌ યાત્રાળુઅો ચિનના તિબેટ સ્થિત લ્હાસાના જમીન માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે. સ્કાયલિંક ટ્રાવેલ દ્વારા નવા રૂટ સાથેની વેબસાઇટ અપડેટ કરાઇ છે. કૈલાસ માનસરોવર યાત્રા અંગે વધુ ચર્ચા કરવી હોય તો સ્કાયલિંક ટ્રાવેલનો ફોન નંબર 020 8902 3007 પર અથવા તો વેબસાઇટ www.hindupilgrimage.co.uk ઉપર સંપર્ક કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter