કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે લેક્ચર આપશે

લોકશાહી, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દાઓ પરની ચર્ચામાં જોડાશે

Tuesday 21st February 2023 13:06 EST
 
 

લંડન

ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલ દ્વારા આમંત્રણ અપાયું છે. યુકેની મુલાકાતની માહિતી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું મારી શિક્ષણ સંસ્થાની મુલાકાતે જઇ રહ્યો છું જ્યાં હું વૈશ્વિક રાજકારણ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને લોકશાહીમાં માનનારા કેટલાક તેજસ્વી આગેવાનો સાથે મુલાકાત કરીશ. હું યુનિવર્સિટી ખાતે લેક્ચર પણ આપવાનો છું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિવિધ સેક્ટરના અગ્રણી લોકો સાથેની મુલાકાત અંગે હું ઘણો ઉત્સુક છું. કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને આવકારતાં અમે ખુશી અનુભવી રહ્યાં છીએ. રાહુલ ગાંધી યુનિવર્સિટી ખાતે એક લેક્ચર આપશે. તે ઉપરાંત લોકશાહી, ભારત-ચીન સંબંધ પર કેટલીક બંધ બારણે યોજાનારી ચર્ચાઓમાં સામેલ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter