લંડનઃ વોરવિકશાયરમાં ગરીબી, દુઃખ અને ક્રામના પેલાવાને પ્રોત્સાહન આપનારી કોકેઈન સપ્લાય ચેઈન ચલાવતી ડ્રગ ગેંગને વોરવિક ક્રાઉન કોર્ટ દ્વારા 17 એપ્રિલે સજા ફરમાવાઈ છે. બર્મિંગહામના દીપક રામ અને વુલ્વરહેમ્પ્ટનની કમલેશ કોર આ ગેંગના મુખ્ય સૂત્રધાર હતા.
વોરવિકશાયરમાં ગરીબી અને ક્રાઈમ ફેલાવતી ડ્રગ ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. આ ક્રિમિનલ ગેંગ સમગ્ર કાઉન્ટીમાં કોકેઈન સપ્લાય કરતી હતી.નૂનેટનમા રહેતા 45 વર્ષીય મન્જિન્દર પામાને 11,000 પાઉન્ડની રોકડ અને 13,000 પાઉન્ડના કોકેઈન સાતે જૂન 2023માં ઝડપી લેવાયા પછી આ ગેંગનો પર્દાફાશ થયો હતો. તેને 6 વર્ષની જેલની નસજા થઈ હતી પરંતુ, તે જેલમાં રહીને સપ્લાય લાઈન ચલાવતો રહ્યો હતો.
કોર્ટે દીપક રામ (11 વર્ષ), રાચેલ બાયર્ને (4 વર્ષ 9 મહિના), કમલેશ કોર (4 વર્ષ), લિઝા બેન્ક્સને (બે વર્ષ સસ્પેન્ડેડ સજા), શોન નીલ (18 મહિના સસ્પેન્ડેડ સજા) તેમજ મન્જિન્દર પામાને તેની વર્તમાન સજા સાથે વધુ 33 મહિનાની સજા ફરમાવી હતી.

