લંડનઃ સાઉથએન્ડ વિસ્તારમાં કોકેન અને હેરોઇન જેવા ડ્રગ્સનો સપ્લાય કરવા માટે 31 વર્ષીય ઓમર અમરને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 7 જાન્યુઆરીના રોજ ભયજનક ડ્રાઇવિંગ કરતી વખતે એક પાર્ક કરેલી કારને ટક્કર મારીને નાસી છૂટેલા ઓમરને ઝડપી લીધા બાદ તે ડ્રગ ટ્રાફિકિંગમાં સંડોવાયેલો માલૂમ પડ્યો હતો. બુધવારે બાસિલડોન ક્રાઉન કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ઓમરે તેના પર મૂકાયેલા તમામ આરોપની કબૂલાત કરી હતી જેને પગલે તેને પાંચ વર્ષ કેદની સજા ફટકારાઇ હતી.

