લંડનઃ કોફી જેટલેગને અટકાવવામાં મદદરૂપ બની શકે છે. જોકે, આ માટે તમે કઈ દિશામાં ઊડ્ડયન કરી રહ્યા છો તેના પર આધાર રહે છે. કેમ્બ્રિજ યુનિ.ની મેડિકલ રીસર્ચ કાઉન્સિલ અને યુએસમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડોના વિજ્ઞાનીઓ માને છે કે જો પ્રવાસીઓ પશ્ચિમ દિશામાં ઊડી રહ્યા હોય તેમને જેટલેગનો સામનો કરવામાં સાંજે પીવાયેલી ડબલ એસ્પ્રેસો કોફી મદદ કરે છે કારણ કે તેનાથી બોડી ક્લોક એટલે કે શારીરિક લયને એકાદ કલાક જેટલો ઊંધી દિશામાં ફેરવી શકાય છે.
બીજું તારણ કહે છે કે ખોટા સમયે પીવાયેલું કેફીન પૂર્વ તરફ જતાં હવાઈ પ્રવાસીના જેટલેગને વધુ ખરાબ બનાવી શકે છે. કેફીન શરીરમાં નિદ્રાને પ્રોત્સાહિત કરતા મુખ્ય હોર્મોન મેલાટોનિનની કાર્યક્ષમતાને ધીમી પાડે છે.