કોમનવેલ્થ ગેમ્સ પૂરી થતાં જ ગ્લાસગોમાં પાકિસ્તાન અને યુગાન્ડાના ખેલાડી લાપતા

સ્કોટલેન્ડ પોલીસે લાપતા ખેલાડીઓને શોધી કાઢવા અભિયાન શરૂ કર્યું

Tuesday 11th August 2026 11:27 EDT
 

લંડનઃ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ પૂરી થયા બાદ પાકિસ્તાની બોક્સિંગ ખેલાડી અને યુગાન્ડાના એથ્લેટ્સ વતન પરત ન ફરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાકિસ્તાન અને યુગાન્ડાના કેટલાક એથ્લેટ્સ ગયા રવિવારે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ સમાપ્ત થયા પછી સ્વદેશ પરત ફર્યા નથી.

પોલીસ સ્કોટલેન્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસને એવા કેટલાક એથ્લેટ્સ અંગે અહેવાલ મળ્યા છે જેઓ ગાયબ છે. આ અંગેની તમામ પરિસ્થિતિઓનો તાગ મેળવવા માટે તપાસ ચાલુ છે અને યુકે હોમ ઓફિસ સાથે પ્રાથમિક વાટાઘાટો હાથ ધરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, મંગળવારે યુગાન્ડાની ટીમ સ્વદેશ રવાના થાય તે પહેલાં તેના છ બોક્સરોમાંથી ચાર લાપતા થઈ ગયા હતા. પાકિસ્તાની ટીમની રિટર્ન ફ્લાઇટ માટે એક પાકિસ્તાની બોક્સર પણ હાજર થયો ન હતો. પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ ટીમની રવાના થવાની તૈયારીના માત્ર થોડા કલાકો પહેલાં જ ગ્લાસગોથી ગાયબ થઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter