કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ માટે 3 ભારતીય શોર્ટલિસ્ટ કરાયાં

આગામી મે – જૂનમાં રિજિયોનલ અને ઓવરઓલ વિનર જાહેર કરાશે

Tuesday 23rd April 2024 10:45 EDT
 

લંડનઃ કોમનવેલ્થના 56 દેશોના લેખકોને તેમના પ્રકાશિત ન કરાયા હોય તેવા લેખનકાર્ય માટે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ આપવામાં આવે છે. આ પુરસ્કારમાં આફ્રિકા, એશિયા, કેનેડા, યુરોપ, કેરેબિયન અને પેસિફિકના રિજિયોનલ વિનર્સ અને ઓવરઓલ વિનર્સને અનુક્રમે 2500 પાઉન્ડ અને 5000 પાઉન્ડનું ઇનામ અપાય છે. રિજિયોનલ વિનર્સની જાહેરાત 29 મે અને ઓવરઓલ વિનરની જાહેરાત 26 જૂને કરાય છે.

 આ પુરસ્કાર માટે ભારતમાંથી અજય પત્રી, ભરતકુમાર  અને સંજના ઠાકુરની કૃતિઓનો પસંદગી યાદીમાં સમાવેશ કરાયો છે. અંગ્રેજી ઉપરાંત આ પુરસ્કાર માટે બંગાળી, ચીની, ક્રેઓલ, ફ્રેન્ચ, ગ્રીક, મલય, માલ્ટીઝ, પોર્ટુગીઝ, સમોઅન, તામિલ અને તુર્કીશ ભાષામાં કૃતિ મોકલી શકાય છે. આ વર્ષે કુલ 7359 કૃતિઓમાંથી 13 દેશોના 23 લેખકોની કૃતિઓને પસંદ કરાઇ છે. મોરિશિયસ, રવાન્ડા અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના લેખકોની કૃતિઓને પ્રથમવાર આ યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

પસંદગી પામેલા ભારતીય લેખકો

-          અજય પત્રી – કર્ણાટક – મધર મે આઇ..

-          ભરત કુમાર – તામિલનાડુ – થમ્બી થમ્બી

-          સંજના ઠાકુર – મુંબઇ – ઐશ્વર્યા રાય


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter