કોમર્શિયલ સંપત્તિના પુનઃમૂલ્યાંકનને કારણે નાના દુકાનદારોને લાભ થશે

Wednesday 23rd November 2022 04:29 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટના ઓટોમન સ્ટેટમેન્ટની સાથે સાથે કોમર્શિયલ સંપત્તિઓના પુનઃ મૂલ્યાંકનની જાહેરાત કરાઇ છે. જેના કારણે નાના દુકાનદારોને નીચા બિઝનેસ રેટ ચૂકવવા પડશે જ્યારે મોટા વેરહાઉસ અને લોજિસ્ટિક્સ ફેસિલિટી ધરાવતા મોટા ઓપરેટરોને ઊંચા બિઝનેસ રેટ ચૂકવવા પડશે. ઇંગ્લેન્ડમાં હન્ટ દ્વારા કથિત ડાઉનવર્ડ્સ ટ્રાન્ઝિશનલ રિલીફ રદ કરી નાખવામાં આવી છે જેના કારણે દુકાનદારોને કોઇપણ રેટ ઘટાડાનો ઝડપથી લાભ મળશે. પહેલાં આ પ્રકારના ઓછા બિલનો નિકાલ 3 વર્ષમાં થતો હતો. સરકારના આ નિર્ણયને કારણે સરકારને 1.6 બિલિયન પાઉન્ડનું નુકસાન થશે.

નાના દુકાનદારો ઘણા લાંબાસમયથી ફરિયાદ કરી રહ્યાં હતાં કે તેમના પર બિઝનેસ રેટના અયોગ્ય હિસ્સાનો ખોટો બોજો પડી રહ્યો છે. બિઝનેસ રેટના કારણે દુકાનદારોને નુકસાન થઇ રહ્યું હતું જ્યારે એમેઝોન જેવી ઇ-કોમર્સ કંપનીઓને લાભ થતો હતો. સરકારના આ નિર્ણયને કારણે મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને હાયપર માર્કેટ્સને પણ મોટો લાભ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter