કોમેડિયન મુનાવર ફારૂકીની હત્યા કરવા યુકે સ્થિત ગેંગસ્ટરે સોપારી આપી

ગેંગસ્ટર રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલો છે

Tuesday 22nd October 2024 09:17 EDT
 
 

લંડનઃ મુંબઇમાં એનસીપીના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા કોમેડિયન મુનાવર ફારૂકીને ધમકી અપાતા તેની સુરક્ષામાં વધારો કરાયો છે. ફારૂકીને બિશ્નોઇ ગેંગના યુકે સ્થિત ગેંગસ્ટર દ્વારા ધમકી અપાઇ હોવાનું કહેવાય છે.

ભારતની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે, યુકે સ્થિત ગેંગસ્ટર રોહિત ગોદારાએ મુનાવર ફારૂકીને નુકસાન પહોંચાડવા દિલ્હી સ્થિત બે અપરાધીને સોપારી અપાઇ છે. અખબારી અહેવાલ અનુસાર દિલ્હીમાં એક અફઘાન જિમ ટ્રેનરની હત્યાની તપાસ કરતી વખતતે દિલ્હી પોલીસને આ બાતમી મળી હતી. પોલીસે અફઘાનની હત્યાના કેસમાં 10 વ્યક્તિની ધરપકડ કરી હતી.

હરિયાણાના એક અલગ કેસમાં ધરપકડ કરાયેલા એક શૂટરે દિલ્હી પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, યુકે સ્થિત ગેંગસ્ટર રોહિત ગોદારાએ તેને ફારૂકીની હત્યાની સોપારી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter