લંડનઃ અનેક સેલેબ્રિટી ટેલિવિઝન શોમાં આવેલા 55 વર્ષીય કોમેડીઅન હરદીપસિંહ કોહલી ત્રણ અશિષ્ટતા હુમલા, એક સેક્સ્યુઅલ હુમલા સહિત સેક્સ સંબંધિત આરોપો બદલ બુધવાર 6 માર્ચે ગ્લાસગો શેરીફ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોહલીએ આ સુનાવણીમાં કોઈ રજૂઆત કરી ન હતી. તેમની સામે વધુ તપાસના આદેશો અપાયા હતા અને જામીન પર મુક્ત કરાયા હતા. કોમેડીઅન હરદીપસિંહ કોહલી સામે ગત ઓગસ્ટમાં દાખલ કરાયેલા આરોપોમાં શાંતિભંગના બે આરોપ, એક સેક્સ્યુઅલ હુમલા અને અશિષ્ટ હુમલાના ત્રણ આરોપનો સમાવેશ થાય છે.સેલેબ્રેટી માસ્ટરશેફ, લૂઝ એન્ડ્સ અને ક્વેશ્ચન ટાઈમ સહિતના શોમાં દેખા દીધેલા કોહલીએ હવે ક્યારે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે તેની તારીખ જાહેર કરાઈ નથી.


