કોમ્યુનિટીઝને ૪,૮૦૦ લાલ ફોન બોક્સીસની એડોપ્શન માટે ઓફર

Wednesday 15th May 2019 03:00 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ટેલિકોમ દ્વારા જૂના ૪,૮૦૦ લાલ ફોન બોક્સીસ કોમ્યુનિટીઝને એડોપ્શન માટે ઓફર કરાઈ રહ્યાં છે. આ પ્રસિદ્ધ રેડ ફોન બોક્સીસને લોકો મિનિ લાઈબ્રેરી, આર્ટ મ્યુઝિયમ્સ, કેક શોપ્સ અને નાઈટ ક્લબમાં રુપાંતર કરી નવજીવન આપી રહ્યાં છે. માત્ર એક પાઉન્ડની રકમ સુધી ચુકવીને કોમ્યુનિટીઝ તે મેળવી શકશે.

એડોપ્ટ એ કિઓસ્ક યોજના હેઠળ સમગ્ર ઈંગ્લેન્ડમાં ૩,૬૮૩ જ્યારે વેલ્સ અને સ્કોટલેન્ડમાં સેંકડો ફોન બોક્સીસ ઓફર કરાયા છે. છેક ૨૦૦૮થી કોમ્યુનિટીઝ દ્વારા ૫,૮૦૦થી વધુ પેફોન્સ કોમ્યુનિટીઝ દ્વારા એડોપ્ટ કરાયા છે અને મિનિ લાઈબ્રેરી, ઈન્ફોર્મેશન સેન્ટર્સ, આર્ટ મ્યુઝિયમ્સ, કેક શોપ્સ સહિત વિવિધ ઉપયોગ થકી તેમને નવજીવન પ્રાપ્ત થયું છે. બ્રિટિશ ટેલિકોમ કોમ્યુનિટીઝ દ્વારા ઉપયોગમાં લેવાનારા ટેલિફોન બોક્સીસ માટે નિઃશુલ્ક ઈલેક્ટ્રિસિટી આપવાનું ચાલુ રાખશે.

ગત દાયકામાં મોબાઈલ ફોન્સનો ઉપયોગ વધી જવાથી બ્રિટનની ઓળખ બની ગયેલાં ક્લાસિક ફોન બોક્સીસની માગ ઘટી જવાના કારણે આ યોજના અમલી બનાવાઈ હતી. પુરાણા પેફોન્સમાંથી ફોન કરાતા કોલ્સની સંખ્યા ૯૦ ટકા ઘટી હતી. બ્રિટિશ ટેલિકોમના વરિષ્ઠ અધિકારી કેથેરાઈન બ્રેડલીએ જણાવ્યું હતું કે, ‘પેરિશ કાઉન્સિલ, કોમ્યુનિટી કાઉન્સિલ, ટાઉન કાઉન્સિલ અથવા રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા સહિત કોમ્યુનિટીઝ માટે ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ચીજની માલિકી ધરાવવાની અદ્ભૂત તક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter