કોરોના ટ્રાવેલ નિયમોમાં ફેરફાર

Wednesday 26th January 2022 02:03 EST
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં ૨૭ જાન્યુઆરીથી કોરોના પ્લાન બી નિયંત્રણો રદ કરાઈ રહ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ઈંગ્લેન્ડમાં વિદેશથી આવતા અથવા વિદેશ પ્રવાસથી દેશમાં પાછાં આવી રહેલા પ્રવાસીઓના સંદર્ભે કોવિડ ફોરેન ટ્રાવેલ નિયમોમાં ફેરફારની જાહેરાત હાઉસ ઓફ કોમન્સ સમક્ષ કરી છે. ૧૧ ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ આવતા સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટિંગની જરૂરિયાત રહેશે નહિ.

ઈંગ્લેન્ડમાં વિદેશથી આવતા અથવા વિદેશ પ્રવાસથી દેશમાં પાછાં આવી રહેલા સંપૂર્ણ વેક્સિનેટેડ પ્રવાસીએ આગમનના બીજા દિવસે લેટરલ ફ્લો ટેસ્ટ કરાવવો પડતો હતો. હવે ૧૧ ફેબ્રુઆરીના સવારના ૪ વાગ્યાથી આ નિયમનો અંત આવશે. જોકે, જે લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા નથી તેમણે ઈંગ્લેન્ડ આવવાના બે દિવસ પહેલા કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ ઈંગ્લેન્ડમાં આવ્યાના બે દિવસ પછી PCR ટેસ્ટ કરાવવો પડશે.

વેક્સિનેશન કરાવ્યું હોય કે નહિ, દરેક પ્રવાસીએ પેસેન્જદર લોકેટર ફોર્મ ભરવાનું ફરજિયાત છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ૧૨૦૧૫ વયજૂથના પ્રવાસી ત્રીજી ફેબ્રુઆરીથી NHS Covid Pass એપ થકી પોતાના વેક્સિનેશન સ્ટેટસની ખરાઈ કરાવી શકશે જેથી, તેમને વિદેશ પ્રવાસ કરવાનું સરળ બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter