લંડનઃ HMRCએ કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમ (CJRS), સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ (SEISS) અને ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ (EOHO)ના દુરૂપયોગને લગતા ૧૨,૦૦૦થી વધુ કેસની તપાસ હાથ ધરી છે. હજારો એમ્પ્લોયર્સે જોબ રીટેન્શન સ્કીમનો લાભ લીધો છે. ૧લી જુલાઈથી ફર્લો સ્કીમમાં સરકારનો હિસ્સે ઘટ્યો છે.
લો ફર્મ BLMને ફ્રિડમ ઓફ ઈન્ફર્મેશન રિકવેસ્ટ હેઠળ પ્રાપ્ત માહિતીમાં જાણવા મળ્યું હતું કે HMRCની ચાલી રહેલ તપાસમાં CJRS યોજનામાં સૌથી વધુ ૭,૩૮૪, SEISS યોજનામાં ૫,૦૨૦ જ્યારે, EOHO યોજનામાં સૌથી ઓછી ૪૨૪ની સંખ્યામાં કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમમાં દુરૂપયોગને લગતા કેસીસ સામે આવ્યા હતા.
જૂનમાં, HMRCએ અહેવાલ આપ્યો હતો કે CJRS હેઠળ અત્યાર સુધીમાં લગભગ ૧૮ બિલિયન પાઉન્ડ અને SEISS હેઠળ ૨૪.૫ બિલિયન પાઉન્ડ ચૂકવવામાં આવ્યા છે. રેવન્યુ એન્ડ કસ્ટમ્સ વિભાગે ખુલાસો કર્યો છે કે ૨૮ માર્ચ ૨૦૨૧ સુધીમાં CJRSના સંદર્ભે પાંચ અને EOHO સંદર્ભે ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી
ફર્લો દાવા કરતી વખતે કંપનીઓને ભૂલોની ચેતવણી HMRC દ્વારા અપાઈ હતી. જેઓની કામચલાઉ નિવૃતિને સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી લંબાવી દેવાઈ હતી તેવા છૂટા કરાયેલા ઓવર ક્વોલિફાઈડ કર્મચારીઓ નોકરીઓ માટે આવેદન કરે એ રાહતરૂપ છે.
BLMના ભાગીદાર અને રોજગાર કાયદાના નિષ્ણાત જુલિયન કોક્સે કહ્યું કે જો એચઆર ટીમ અથવા કોઈ કર્મચારી વ્યક્તિગત માને છે કે તેમનો એમ્પ્લોયર કપટથી ફર્લો યોજનાનો દાવો કરી રહ્યો છે, તો રેવન્યુ વિભાગ લોકોને ડિજિટલ રિપોર્ટિંગ સેવા દ્વારા ઓળખ જાહેર કર્યા વગર ફરિયાદ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરે છે.