કોરોના વોરીયર્સ માટે મીકેનીકની અનોખી ફરજ

Wednesday 01st April 2020 04:06 EDT
 

લંડનઃ બ્રિટનમાં કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના પ્રસારને અટકાવવા તથા દર્દીઓની સેવામાં ખડેપગે ફરજ બજાવતા નેશનલ હેલ્થ સર્વિસના કર્મચારીઓ માટે ઇસ્ટ કીલબ્રિજ વિસ્તારમાં એક મીકેનીક અનોખી ફરજ નિભાવી રહ્યો છે.

 અહિ હરમાયર્સ હોસ્પિટલની પાસે જ નોક્સ બ્રધર્સ ગેરેજ ધરાવતો એલન નોક્સ પોતાની ગેરેજ હંમેશાં ખુલ્લી રાખી રહ્યો છે જેથી કોઇ પણ એનએચએસ કર્મચારીની કાર બંધ થાય તો તેને રીપેર કરી શકાય.

૪૫ વર્ષીય એલન કહે છે કે આપત્તિના સમયે ફરજ બજાવનારા કર્મીઓ ઘરે જાય તે તેમનો અધિકાર છે અને તેમને કારથી જવામાં કોઇ તકલીફ ના પડે તે મારો પ્રયાસ હોય છે. જો આવા કોઇ કર્મચારીની કાર બગડી જાય તો તે ઘરે ના પહોંચી શકે અને સતત તણાવ વચ્ચે ફરજ નિભાવવી પડે.

પત્ની લૌરેન અને દીકર રેબેકા સાથે રહેનાર એલન આખો દિવસ અને આખી રાત ગેરેજ ખુલ્લી રાખે છે અને જે કોઇ એનએચએસ કર્મીની કારમાં સમસ્યા સર્જાય તો મદદે દોડી જાય છે અથવા ગેરેજમાં આવનારાઓની કાર રીપેર કરી આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter