લંડનઃ કોરોના વાઇરસ (કોવિડ-૧૮)ને લઇને મહામારીની કટોકટી વચ્ચે પણ બ્રેડફર્ડમાં નાગરિકોની સુવિધા તરફ ધ્યાન અપાઇ રહ્યું છે. બ્રેડફર્ડ ડિસ્ટ્રીક્ટ માર્કેટ દ્વારા સ્થાનિક સ્તરે આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેપારીઓ ઘરોમાં બંધ ગ્રાહકોને તાજુ ભોજન સહિતની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
વેપારીઓ ગ્રાહકોને તાજા ફળ અને શાકભાજીની સાથે મીટ (હલાલ સહિત), માછવી અને ઇંડા પણ ઘરે પહોંચાડી રહ્યાં છે.
ઉપરાંત, ડબ્બામાં બંધ ખોરાક, કઠોળ, અનાજ, પાસ્તા, લોટ, ચોખા અને ખાદ્યતેલ સહિત દળેલા મસાલા, ચીઝ, કેક, મધ અને જામ પણ હોમ ડિલિવરીમાં પહોંચાડવામાં આવી રહી છે. પાળતુ પ્રાણીઓ માટેનો ખોરક પણ ઓનલાઇન ઓર્ડર લઇને હોમ ડિલિવરી કરવામાં આવી રહ્યો છે.
રીજનરેશન, આયોજન અને પરિવહનનો હવાલો સંભાળનારા કાઉન્સિલર એલેક્સ કહે છે કે કાવિડ-૧૯ની મહામારીને પહોંચી વળવા બ્રેડફર્ડના નાગરિકો અને વેપારીઓ પણ મહાન સ્થિતિસ્થાપકતા, નિશ્ચય અને નવીનતા દાખવી રહ્યાં છે.
આવી સ્થિતિમાં જરૂરી છે કે લોકો બહાર ના નીકળે અને મને આનંદ છે કે વેપારીઓ દ્વારા હોમ ડિલિવરી મળતાં લોકો પણ ઘરોમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે. નાગરિકોને સહાય કરવા તથા સલામત રાખવા અમે તમામ બનતા પ્રયાસ કરી રહ્યાં છીએ. સ્થાનિક વેપારીઓએ પણ ઝડપથી હોમ ડિલિવરીની આ નવી પદ્ધતિ સ્વીકારી છે. લોકો બ્રેડફર્ડ માર્કેટની વેબસાઇટ www.bradfordmarkets.com/food-traders-still-open-for-business/ પર જઇને ઓસ્ટલર અને કેઇગ્ઘલી માર્કેટ સહિત હોમ ડિલિવરી સેવા આપનારાઓની માહિતી મેળવી શકે છે.
મોટાભાગના અગ્રણી સુપર માર્કેટવાળા હોમ ડિલિવરીની માંગને પહોંચી વળવા અસમર્થ છે ત્યારે સ્થાનિક માર્કેટવાળા ગ્રાહકોને અનેક વિકલ્પ પૂરા પાડી રહ્યાં છે.
આર્થિક સંતુલન જાળવી રાખવા હોલસેલ વેપારીઓ, ડિલીફ્રેશવાળાઓએ પણ હવે ઇમરજન્સી ઓનલાઇન ગ્રોસરી સ્ટોર શરૂ કર્યા છે.
બ્રેડફર્ડના દરેક બજારમાં દુકાનો પણ ચાલુ જ છે અને કોવિડ-૧૯ને અટકાવવા માટેના સરકારે જાહેર કરેલા પગલાંનો અમલ કરીને ચોક્કસ અંતર રાખીને જ વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે જેથી ગ્રાહકો અને કર્મચારીઓની પણ સલામતી સચવાય.
સેન્ટ જેમ્સ માર્કેટ વર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને સવારના પાંચ વાગ્યાથી લઇને ૯.૩૦ વાગ્યા સુધી સોમવારથી શનિવાર સુધી ખુલ્લું રહે છે.

