કોરોનાથી બચવા બ્રેડફર્ડનાં સારાહ મુકલેનું સૂચન

Wednesday 25th March 2020 04:35 EDT
 

લંડનઃ આપણે જેટલા જાહેરમાં ઓછા જઇશું અને અન્ય સાથે નહીં ભળીએ તો કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ને ફેલાતો અટકાવી શકાશે. આ સંદેશો બ્રેડફર્ડનાં ડિસ્ટ્રીક્ટ ડિરેક્ટર ઓફ પબ્લીક હેલ્થ સારાહ મુકલેએ વડાપ્રધાન સાથેની મુલાકાત પછી આપ્યો હતો. મુલાકાતમાં વડાપ્રધાને પબ, ક્લબો, કાફે, રેસ્ટોરન્ટ, નાઇટક્લબો, સીનેમા, જીમ તથા લેઇઝર સેન્ટર બંધ કરવા કડક પગલાં લેવા જણાવ્યું હતું.

જાહેર સ્થળોએ કામ વગર નહીં નીકળવા તથા એક બીજા સાથે અંતર રાખવા અને અડકવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો તેનું પાલન નહીં કરતાં હોવાના અહેવાલ પછી આ નિર્ણય લેવાયો હતો. સારાહ મુકલેએ પણ નાગરિકોને અનુરોધ કરાયો હતો કે બિનજરૂરી બહાર ના નીકળે. એકબીજા સાથે અંતર જાળવી રાખી સંપર્કમાં આવવાનું ટાળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter