કોરોનાના કેસ વધતાં લેસ્ટરની હોસ્પિટલોમાં ફેસ માસ્ક ફરજિયાત કરાયાં

Tuesday 03rd October 2023 12:06 EDT
 

લંડનઃ યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર એનએચએસ ટ્રસ્ટે જણાવ્યું છે કે કોરોનાના વધી રહેલા કેસના કારણે લેસ્ટરની હોસ્પિટલોમાં ફેસ માસ્ક ફરજિયાત કરાયો છે. લેસ્ટરમાં 3 હોસ્પિટલનું સંચાલન કરતા ટ્રસ્ટે જણાવ્યું છે કે હાલ પુરતા તો કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઓછી છે પરંતુ અમે દર્દીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છીએ. લેસ્ટરની હોસ્પિટલોના ક્લિનિકલ એરિયા, વોર્ડ અને ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ એરિયામાં ફેસમાસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter