લંડન
આઇબીએમ સામેના પક્ષપાતના કેસમાં સોફ્ટવેર એન્જિનિયરનો પરાજય થયો છે. આઇબીએમની વોરવિક ખાતે આવેલી કચેરીમાં સોફ્ટવેર એન્જિનિયર તૈયિબ આઝમે આરોપ મૂક્યો હતો કે અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ મારા સાથી કર્મચારીઓ મારી સાથે વંશીય ભેદભાવ કરી રહ્યાં હતાં. મારા મેનેજરો પણ મારા પ્રત્યે દ્વેષપુર્ણ વર્તન કરી રહ્યાં હતાં. જોકે કેસની સુનાવણી બાદ બર્મિંગહામની એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આઝમ દ્વારા મૂકાયેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધાં હતાં.


