કોલ્ડરડેલઃ વેસ્ટ યોર્કશાયરમાં ૨૦૦૩થી ૨૦૧૦ના સાત વર્ષ દરમિયાન સગીરાના જાતીય શોષણ અને તેના પર દુષ્કર્મ આચરવાનો ૨૯ પુરુષો વિરુદ્ધ આરોપ મૂકાયો હતો. આ ગુના કોલ્ડરડેલ અને બ્રેડફર્ડની નજીક બન્યા હોવાનું મનાય છે. સગીરા પર દુષ્કર્મની શરૂઆત થઈ ત્યારે તે માત્ર ૧૩ વર્ષની હતી. તમામ ૨૯ વ્યક્તિને આગામી ૭ અને ૯ જુલાઈએ બ્રેડફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાશે. આ ગુનાની તપાસ દરમિયાન વેસ્ટ યોર્કશાયર પોલીસે ધરપકડ કરેલા અન્ય આઠ શકમંદોને આરોપ મૂક્યા વિના છોડી દીધા હતા.
પોલીસે જેમની વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે તેમાં બ્રીજહાઉસના ૩૭ વર્ષીય અસદ અલી, જ્યારે હેલીફેક્સના ૩૯ વર્ષીય અજમલ અઝીઝ, ૪૪ વર્ષીય મોહમ્મદ જાંગીર, ૩૬ વર્ષીય મોહમ્મદ આસિફ, ૩૭ વર્ષીય હેરીસ એહમદ બટ્ટ, ૩૬ વર્ષીય તૌકીર બટ્ટ, ૪૦ વર્ષીય મુતાસીમ ખાન, ૪૭ વર્ષીય મોહમ્મદ હમઝા, ૪૦ વર્ષીય મોહસિન મીર, ૩૮ વર્ષીય જાવિદ મીર, ૩૭ વર્ષીય હારુન સાદિક, ૪૧ વર્ષીય ઝહિર ઈકબાલ, ૪૩ વર્ષીય વાજીદ અદ્દાલત, ૪૫ વર્ષીય સાજીદ અદ્દાલત, ૪૩ વર્ષીય સાકબ હુસેન, ૪૮ વર્ષીય ઝિયારબ મોહમ્મદ, ૪૧ વર્ષીય ઈમરાન રઝા યાસિન, ૬૪ વર્ષીય મલિક આબિદ કબીર, ૪૫ વર્ષીય કામરાન અમીન, ૫૧ વર્ષીય મોહમ્મદ અખ્તર, ૩૮ વર્ષીય અલી ઝુલ્ફીકાર, ૪૫ વર્ષીય આમીર શબન, ૩૬ વર્ષીય સાકેબ નઝીર જ્યારે બ્રેડફર્ડના ૩૭ વર્ષીય હારુન સાદિક, ૩૫ વર્ષીય સરફરાઝ રબનવાઝ, ૪૩ વર્ષીય નઝિમ હુસેન,૪૮ વર્ષીય સદાકત અલી, ૪૦ વર્ષીય ઝુલ્ફીકાર અલી, શેફિલ્ડના ૪૩ વર્ષીય નદીમ સાદિક અને ડ્યુસબરીના ૪૦ વર્ષીય શફીક અલીનો સમાવેશ થાય છે.