લંડનઃ કોવિડ-19 મહામારી દરમિયાન સરકારી કામગીરી બાબતે જાહેર ઈન્ક્વા્યરી યોજવાનું વચન વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આપ્યું હતું પરંતુ, હજુ સુધી તેનો અમલ નહિ થયો હોવાથી મહામારીમાં મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પબ્લિક ઈન્ક્વાયરી જનરલ ઈલેક્શન સુધી અટકાવી રખાય તેવી શક્યતા નિહાળતા શોકાતુર પરિવારો હવે જોહન્સન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી- જ્યુડિશિયલ રિવ્યૂની શક્યતા તપાસી રહ્યા છે.
તપાસ 2022ના સ્પ્રિંગમાં શરૂ કરાશે તેમ જણાવનારા જ્હોન્સકોવિડ-19 મહામારી દરમિયાન સરકારી કામગીરી બાબતે જાહેર ઈન્ક્વા્યરી યોજવાનું વચન વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આપ્યું હતું પરંતુ, હજુ સુધી તેનો અમલ નહિ થયો હોવાથી મહામારીમાં મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પબ્લિક ઈન્ક્વાયરી જનરલ ઈલેક્શન સુધી અટકાવી રખાય તેવી શક્યતા નિહાળતા શોકાતુર પરિવારો હવે જોહન્સન વિરુદ્ધ કાનૂની કાર્યવાહી- જ્યુડિશિયલ રિવ્યૂની શક્યતા તપાસી રહ્યા છે.ને તત્કાળ ઈન્ક્વાયરીની માગણી ફગાવી દીધી છે. પબ્લિક ઈન્ક્વાયરીમાં વિલંબ 2005 ઈન્ક્વાયરીઝ એક્ટનો ભંગ છે જેમાં સરકારે ઈન્ક્વાયરીના ચેરમેનની નિયુક્તિ કરવા સાથે તેના આરંભની તારીખ જાહેર કરવાની રહે છે. કોવિડ-19 ઈન્ક્વાયરી ક્યારે શરૂ કરાશે તેની કોઈ તારીખ જાહેર થઈ નથી. કોર્ટ ઓફ અપીલના પૂર્વ જજ હીધર હેલેટ આ ઈન્ક્વાયરીનું વડપણ કરશે તેની જાહેરાતને છ મહિના તેમજ તેમણે ટર્મ્સ ઓફ રેફરન્સની ભલામણ કર્યાને છ સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે.
‘ધ કોવિડ-19 બીરીવ્ડ ફેમિલીઝ ફોર જસ્ટિસ’ કેમ્પેઈને છ મહિનાથી વધુ રાહ જોવાને ન સમજાય તેવી બાબત ગણાવી છે. જ્હોન્સન સામે આક્ષેપ કરાઈ રહ્યો છે કે 2024ના સ્પ્રિંગમાં જનરલ ઈલેક્શન યોજાય તે પહેલા કોવિડ મહામારી સામે સરકારના પ્રતિસાદ વિશે ખરાબ વિગતો બહાર આવે તો સંભવતઃ નુકસાન થઈ શકે તેવા ભયથી તેઓ ઈન્ક્વાયરીને આગળ ધપાવતા નથી. બેરોનેસ હેલેટે આગામી વર્ષ સુધી જાહેર સુનાવણીઓ નહિ થાય તેવી જાહેરાત કરી દીધી તેમનો કોવિડ મહામારી રિપોર્ટ હોવાથી ઈલેક્શન પછી જ આવશે તે ચોક્કસ જણાય છે.

