કોવિડ ઠગો પાસેથી લાખોની વસૂલાત

Wednesday 19th May 2021 05:57 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક દ્વારા લોન્ચ કરાયેલી ફ્રોડ સ્ક્વોડ કોવિડ બિઝનેસ ઠગો પાસેથી લાકો પાઉન્ડની વસૂલાત કરી રહી છે. જોબ રિટેન્શન સ્કીમ તેમજ ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ જેવી સરકારી યોજનાઓમાં HMRCના ૧૨૫૦ કર્મચારી દ્વારા સંખ્યાબંધ તપાસ હાથ ધરાઈ છે. નવા ટાસ્કફોર્સે ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં તપાસ સાથે નાણા પરત મેળવવાની શરુઆત કરી છે.

ફર્લો સ્કીમમાં અત્યાર સુધી ૬૦ બિલિયન પાઉન્ડ જેટલો ખર્ચ આવ્યો છે જેનાથી ગત વર્ષના માર્ચ મહિનાથી ૧૧ મિલિયન નોકરીઓ આવરી લેવાઈ હતી. જોકે, નેશનલ ઓડિટ ઓફિસના અંદાજ અનુસાર ફ્રોડ અને લોન પરત કરવામાં ફર્મ્સ પાસે નાણાના અભાવના કારણથી ૨૬ બિલિયન પાઉન્ડ પરત નહિ આવે.

તપાસમાં જણાયા મુજબ ફર્લો કરાયેલા સ્ટાફ કામ ન કરે તો બરતરફીની ધમકી આપનારા બિઝનેસ પાસેથી ૩૫૭,૦૦૦ પાઉન્ડની રકમ પરત મેળવી હતી. ટેક્સપેયર પ્રોટેક્શન ટાસ્કફોર્સ હોટલાઈનને માહિતી આપતા પહેલા ડેટાને શોધતા શંકાસ્પદ ફર્મની ઓળખ થઈ હતી.

અન્ય કિસ્સામાં એનાલિસીસમાં હિસાબી ભૂલ કરાયા છતાં તેને નહિ સુધારાયાનું બહાર આવતા હોટેલ બોસીસને લખવામાં આવ્યું હતું. આ ઈન્ક્વાયરીના પરિણામે સરકારી તિજોરીમાં ૬૮,૦૦૦ પાઉન્ડની રકમ પરત આવી હતી. ઘણા રેસ્ટોરાં બંધ હોવાં છતાં ઓનલાઈન કામગીરી ચાલુ રાખી હતી અને ઈટ આઉટ ટુ હેલ્પ આઉટનો લાભ પણ મેળવ્યો હતો. ગયા મહિને ૩.૪ મિલિયન પાઉન્ડના શંકાસ્પદ ફર્લો છેતરપિંડી માટે બે વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. તેમના બેન્કખાતામાં ૬ મિલિયન પાઉન્ડ મળી આવ્યા પછી ખાતું ફ્રીઝ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter