કોવિડ નિયંત્રણો હળવાં થવા સાથે ખરીદારોનો હાઈ સ્ટ્રીટ્સમાં મેળો

Wednesday 14th April 2021 07:08 EDT
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં કોવિડ નિયંત્રણો ૧૨ એપ્રિલથી હળવાં થવા સાથે જ નાના શહેરો અને નગરોમાં હાઈ સ્ટ્રીટ્સમાં મેળો જામ્યો હોય તેવું વાતાવરણ જોવાં મળ્યું હતું. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પબ્સ, રેસ્ટોરાં, ફેશન સ્ટોર્સ, રમકડાંની દુકાનો, હેરડ્રેસર્સ અને અનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ત્રણ મહિના કરતાં વધુ સમય પછી ખુલી હોવાથી ખરીદારોનો ભારે ધસારો જોવાં મળ્યો હતો.

લોકડાઉનના સમયગાળામાં રાત્રે બહાર જવાનું, રજાઓ કે પ્રવાસ અને ઘણા લોકો માટે નોકરીધંધા માટે રોજબરોજની અવરજવર બંધ રહેતા બ્રિટિશ કન્ઝ્યુમર્સ દ્વારા કરાયેલી ૧૮૦ બિલિયન પાઉન્ડની બચતો હવે બહાર આવશે તેવું ગણિત છે. જોકે, કોરોના મહામારીના પરિણામે લદાયેલા લોકડાઉનથી સંખ્યાબંધ સ્ટોર્સ બંધ પણ થઈ ગયા છે. ઓક્સફર્ડ સ્ટ્રીટ્સના ઘણા સ્ટોર્સ અને ચેઈન્સ ખાલી દેખાયા હતા.

પબ્સમાં સામાન્યપણે ભારે ધસારો જણાયો ન હતો પરંતુ, મહામારી પહેલાની નોર્મલ સ્તિતિ કરતાં ૧૫૦ ટકા વધુ ધસારો જણાયો હતો. રોમફોર્ડ અને ચેસ્ટરમાં પબ્સમાં ગ્રાહકોનો સૌથી વધુ ઉછાળો જોવાયો હતો.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌપહેલા ખુલનારા કેટલાક પ્રીમાર્ક સ્ટોર્સની બહાર તો સોમવારની સવારના ૭ વાગ્યાથી લાઈન લાગવાની શરુઆત થઈ હતી. આ ઉપરાંત, સ્પોર્ટ્સ શોપ્સ, Zara અને TK Maxx ચેઈન્સ પર લોકો ઉમટ્યાં હતાં. સ્ટોર્સ દ્વારા સલામતીના તમામ પગલાં લેવાયાં હતા અને લોકોનો મિજાજ પોઝિટિવ અને ઉત્સાહપૂર્ણ રહ્યો હતો. બપોર સુધીમાં તો લોકોની સંખ્યા અગાઉના સોમવારની સરખામણીએ બમણાથી વધુ અને ૨૦૧૯ના સરખામણીએ માત્ર ૨૫ ટકા ઓછી હતી. ઈંગ્લેન્ડના હેરડ્રેસિંગ સલાન્સમાં ખર્ચમાં ૫૦૦ ટકાનો વધારો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter