કોવિડ બિઝનેસ લોન કૌભાંડમાં રૂપાલી વાઘને 2 વર્ષ 3 મહિનાની કેદ

વાઘે ખોટું ટર્નઓવર દર્શાવી 2,16,250 પાઉન્ડની લોન મેળવી હતી

Tuesday 21st July 2026 10:25 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના કપરા સમયમાં વ્યવસાયોને મદદ કરવા સરકાર દ્વારા જારી કરાયેલી પાંચ લોન ગેરકાયદેસર રીતે મેળવીને છેતરપિંડી આચરવાના ગુનામાં ભારતીય મૂળની મહિલા રૂપાલી વાઘને અદાલતે બે વર્ષથી વધુ સમયની જેલની સજા ફટકારી છે. 50 વર્ષીય રૂપાલી વાઘે મે અને સપ્ટેમ્બર 2020 વચ્ચે પોતાની ચાર કંપનીઓનું ટર્નઓવર ખોટી રીતે વધારીને દર્શાવ્યું હતું અને બાઉન્સ બેક લોન યોજના હેઠળ કુલ 2,16,250 પાઉન્ડની લોન મેળવી હતી.

તેણે સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ નાણાંનો ઉપયોગ શેરબજારમાં રોકાણ કરવા અને પોતાના અંગત દેવા ચૂકવવા માટે કર્યો હતો. આ ગુના બદલ વેલ્સની કોર્ટે શુક્રવારે તેને બે વર્ષ અને ત્રણ મહિનાની કેદની સજા સંભળાવી છે.

યુકેની ઇન્સોલ્વન્સી સર્વિસના ચીફ ઇન્વેસ્ટિગેટર ડેવિડ સ્નાસડેલે જણાવ્યું હતું કે, રૂપાલી વાઘે વ્યવસ્થિત આયોજન કરીને એવી સરકારી યોજનાને નિશાન બનાવી જે મહામારીના સમયમાં વાસ્તવિક વ્યવસાયોને ટકાવી રાખવા માટે શરૂ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter