લંડનઃ યુકેને ભરડો લઈ રહેલા ઓમિક્રોન વેરિએન્ટ સામે બ્રિટિશરોને રક્ષણ આપવાના હેતુસર એક જ દિવસમાં એક મિલિયન કોવિડ બૂસ્ટર ડોઝ આપવાની ખાતરીના પગલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ભારે ટીકા થઈ રહી છે.
વડા પ્રધાને તમામ વયસ્કોને નવા વર્ષના પ્રથમ દિવસ પહેલા જ બૂસ્ટર ડોઝ આપી દેવાની નવી મહત્ત્વાકાંક્ષી સમયમર્યાદા જાહેર કરી છે ત્યારે સીનિયર ટોરીઝ અને નિષ્ણાતો પણ સરકારે આવું ઓપરેશન મહિનાઓ અગાઉ શા માટે શરૂ ન કર્યું તેવો પ્રશ્ન કરી રહ્યા છે. NHS ના વડાઓએ ચેતવણી આપી છે કે આટલા વ્યાપક સ્તરનો કાર્યક્રમ ભારે મુશ્કેલ બનશે અને તેના પરિણામો પણ ગંભીર હશે કારણકે પેશન્ટ્સને તેમના રૂટિન ઓપરેશન્સ ફરી કેન્સલ કરાય તેનો સામનો કરવો પડશે.
• ઓછામાં ઓછાં ત્રણ મહિના પહેલા વેક્સિનનો બીજો ડોઝ મેળવ્યો હોય તેવી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિ બૂસ્ટર ડોઝ લેવાને પાત્ર રહેશે.• સમગ્ર દેશમાં વધારાની વેક્સિન સાઈટ્સ અને મોબાઈલ યુનિટ્સ સ્થપાશે.• યુકેના દરેક વિસ્તારમાં ૪૨ મિલિટરી પ્લાનિંગ ટીમ્સ ગોઠવવામાં આવશે.• વેક્સિન આપવામાં મદદ કરવા હજારો વધારાના વોલન્ટીઅર વેક્સિનેટર્સને તાલીમ અપાશે.• આગામી અઢી સપ્તાહમાં ૨૦ મિલિયન બૂસ્ટર ડોઝ આપી શકાય તે માટે સપ્તાહના સાત દિવસ ક્લિનિક્સ ચલાવવા તેમના ઓપનિંગ અવર્સ લંબાવાશે. વહેલી સવારે, સાંજે અને વીકએન્ડ્સના ગાળામાં પણ વધુ એપોઈન્ટમેન્ટ્સ આપવામાં આવશે.

