કોવિડ લોન ફ્રોડ માટે પ્રશાંત જોબનપુત્રાને 18 મહિનાની કેદ

નોર્થવૂડના બિઝનેસમેનની 3 વર્ષ માટે કંપની ડિરેક્ટરપદેથી હકાલપટ્ટી, 5,000 પાઉન્ડનો દંડ

Tuesday 03rd February 2026 09:01 EST
 

લંડનઃ નોર્થવૂડના બિઝનેસમેન 41 વર્ષીય પ્રશાંત જોબનપુત્રાને હજારો પાઉન્ડના કોવિડ લોન ફ્રોડ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જોબનપુત્રાએ જુલાઇ 2020માં તેમની કંપની જિનેસિસ વેબ લિમિટેડ માટે ગેરકાયદેસર રીતે 50,000 પાઉન્ડની લોન મેળવી હતી. તેમણએ પાંચ જ દિવસમાં ફ્રોડ કરીને બે લોન હાંસલ કરી લીધી હતી અને એવું દર્શાવ્યું હતું કે, તેમણે એક જ લોન લીધી છે. 27 જાન્યુઆરીના રોજ ઓલ્ડ બેઇલી ખાતે જોબનપુત્રાને 18 મહિનાની 18 મહિના માટે સસ્પેન્ડેડ કેદની સજા ફટકારવામાં આવી હતી. જોબનપુત્રાની તેમની કંપનીના ડિરેક્ટરપદેથી 3 વર્ષ માટે હકાલપટ્ટી અને 5000 પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ઇનસોલ્વન્સી સર્વિસના ડેવિડ નાસડેલે જણાવ્યું હતું કે, પ્રશાંત જોબનપુત્રાએ ફ્રોડ કરીને બે લોન લીધી હતી. નિયમ પ્રમાણે સરકાર એક જ લોન આપતી હતી. અમે નાણા પરત મેળવવા વધુ તપાસ હાથ ધરી રહ્યાં છે. જોબનપુત્રાએ લોનના 15,371 પાઉન્ડ પરત ચૂકવ્યા છે જ્યારે હજુ 35,000 પાઉન્ડ ચૂકવવાના બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter