કોવિડ-૧૯ વેક્સિનના ઉત્પાદન સેન્ટર સ્થાપવા તૈયારી પૂરજોશમાં

Saturday 01st August 2020 03:33 EDT
 

લંડનઃ કોવિડ-૧૯ના વેક્સિનના આગમનની છડીઓ પોકારાઈ રહી છે ત્યારે સરકાર વેક્સિનના ઉત્પાદનકેન્દ્રો સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે ૧૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરાઈ છે તેમજ એસેક્સ અને ઓક્સફર્ડશાયરમાં ૨૦૨૧માં નવી સાઈટ્સ પણ કાર્યરત કરાશે.

સરકારે એસેક્સમાં ફિશ મેડિસીન્સ માટે બંધાયેલી મેન્યુફેક્ચરિંગ સાઈટ ખરીદવા સંમતિ દર્શાવી છે. આ જગ્યાને કોવિડ-૧૯ના વેક્સિનનું ઉત્પાદન કરવા માટે વિકસાવાશે. ફિશ હેલ્થ અને જિનેટિક્સની સ્પેશિયાલિસ્ટ એક્વાકલ્ચર ફર્મ બેન્ચમાર્ક હોલ્ડિંગ્સની માલિકીની આ જગ્યા ૧૬ મિલિયન પાઉન્ડમાં ખરીદાશે.  એસેક્સની આ જગ્યાને સેલ એન્ડ જિન થેરાપી કેટાપલ્ટ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સેન્ટરમાં રુપાંતરિત કરાશે. આ સેન્ટર ડિસેમ્બર ૨૦૨૧માં કાર્યરત થશે. બ્રેઈનટ્રી પ્લાન્ટની ખરીદ અને રુપાંતરણનો ખર્ચ આશરે ૧૦૦ મિલિયન પાઉન્ડ થવા જશે.

આ ઉપરાંત, સરકારે ઓક્સફર્ડ નજીક અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સેન્ટર માટે ૯૩ મિલિયન પાઉન્ડનું રોકાણ કરેલું છે. આ સેન્ટરની ક્ષમતા દર મહિને કોરોના વેક્સિનના લાખો ડોઝના ઉત્પાદનની રહેશે. ઓક્સફર્ડશાયરમાં વેક્સિન્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈનોવેશન સેન્ટરનું બાંધકામ હાલ ચાલે જ છે અને તે ૨૦૨૧માં પૂર્ણ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter