કોવિડ-૧૯થી પીડાતા સ્થૂળ લોકોમાં મૃત્યુનું ભારે જોખમ

Wednesday 29th July 2020 07:03 EDT
 
 

લંડનઃ કોવિડ-૧૯ને લીધે હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુના જોખમમાં ભારે વધારો થવાને લીધે નિષ્ણાતોએ ઓવરવેઈટ અને સ્થૂળ લોકોને તેમનું વજન ઘટાડવા અનુરોધ કર્યો હતો. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની સમીક્ષામાં જણાયું હતું કે લોકડાઉનમાં લોકો વધુ પડતા નાસ્તા કરે છે અને બાઈક્સ તથા કસરતના સાધનોના વેચાણમાં વધારો થયો હોવાં છતાં મહામારી અગાઉના સમય કરતાં હાલમાં શારીરિક પ્રવૃત્તિના પ્રમાણમાં એકંદરે ઘટાડો નોંધાયો છે.

નિષ્ણાતો હાલના અભ્યાસોની સમીક્ષા પછી એવા તારણ પર આવ્યા હતા કે જે લોકોનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) ૨૫થી ૨૯.૯ છે તેમને કોરોના વાઈરસનું સંક્રમણ લાગે તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું અને ગંભીર પરિણામ આવવાનું વધુ જોખમ છે. ૩૦થી ૩૫ BMI ધરાવતા લોકોને મૃત્યુનું જોખમ વધીને ૩૦ ટકા જ્યારે, લગભગ ૪૦થી વધુ BMI હશે તેમને યોગ્ય વજનવાળા તંદુરસ્ત લોકોની સરખામણીમાં મૃત્યુનું જોખમ બમણું રહેશે. અહેવાલ મુજબ ઓવરવેઈટ અથવા સ્થૂળતાને લીધે કોઈ વ્યક્તિનો ઈન્ટેન્સિવ કેર યુનિટમાં અંત આવવાની શક્યતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter