કોવિડથી અસરગ્રસ્ત બિઝનેસીસને £૧૦ મિલિયન સુધીની લોન મળશે

Wednesday 14th April 2021 06:23 EDT
 

લંડનઃ કોવિડ મહામારીથી અસરગ્રસ્ત બિઝનેસીસને હવે સરકાર સમર્થિત નવી રીકવરી લોન સ્કીમ હેઠળ ૧૦ મિલિયન પાઉન્ડ સુધીની લોન મળી શકશે. લોકડાઉનના કારણે બંધ કરાયેલા કોફી શોપ્સ, રેસ્ટોરાં, હેરડ્રેસર્સ અને જીમ્સ સહિતના બિઝનેસીસ રોકડ રકમ મેળવી શકશે. આવા બિઝનેસીસને સમગ્ર વર્ષ દરમિયાન મદદ કરવા ચાન્સેલર સુનાક ૨૫,૦૦૦ પાઉન્ડથી માંડી ૧૦ મિલિયન પાઉન્ડ સુધીની લોન આપી રહ્યા છે.

રીકવરી લોન સ્કીમે જૂની ‘બાઉન્સ બેક લોન કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન’ (BBLCBIL) યોજનાઓનું સ્થાન લીધું છે. જો બિઝનેસીસ રોકડ પરત ચૂકવી ન શકે તો બેન્કોએ જે કરજ આપ્યા હોય તેની ૮૦ ટકા રકમ ચૂકવી આપવા ટ્રેઝરીએ ખાતરી આપી છે.

ચાન્સેલર સુનાકે જણાવ્યું હતું કે,‘ અમે સમગ્ર મહામારી દરમિયાન નોકરીઓ અને જીવનનિર્વાહના રક્ષણ અર્થે જે કરવું જોઈએ તેમાં જરા પણ પાછીપાની કરી નથી અને પરિસ્થિતિ આગળ વધતી ગઈ તેમ અમારા પ્રયાસો બિઝનેસીસની જરુરિયાતોને પહોંચી વળવા મદદરુપ બની રહે તેવી ચોકસાઈ રાખી છે. આપણે અર્થતંત્રના કેટલાક સેક્ટર્સ ખોલી રહ્યા છીએ ત્યારે આપણી નવી રીકવરી લોન સ્કીમ બિઝનેસીસને આ કટોકટીમાંથી બહાર આવવા તેમને આવશ્યક ફાઈનાન્સ મળી રહે તે સુનિશ્ચિત કરશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter