કોવેન્ટ્રીના લેકમાંથી કેરળનો વિષ્ણુ રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો

Tuesday 10th February 2026 09:33 EST
 

લંડનઃ કેરળના અટ્ટિંગલનો વિષ્ણુ જયકુમાર યુકેના એક તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુકેમાં રહેતો વિષ્ણુ ગયા શનિવારે કોવેન્ટ્રીમાં મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. રવિવાર મોડી રાત સુધી તે તેના ઘેર પરત ન ફરતાં તેના પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે સ્વાન વેલી લેકમાંથી વિષ્ણુનો મૃતદેહ મળી આવ્યો હતો. વિષ્ણુના પરિવારજનોએ તેના મોત પર શંકાઓ વ્યક્ત કરી ઊંડાણપુર્વક તપાસની માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter