કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસઃ કાર ઇન્શ્યુરન્સમાં 70 ટકા સુધીનો વધારો ઝીંકાયો

Tuesday 27th June 2023 13:31 EDT
 
 

લંડનઃ મોર્ગેજ બિલ, એનર્જી બિલ, પાણીના બિલની સાથે હવે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં વધારો કરવા કારના વીમા મેદાનમાં આવી ગયાં છે. કારના વીમામાં 70 ટકા સુધીનો તોતિંગ વધારો વીમા કંપનીઓ દ્વારા ઝીંકી દેવાયો છે. રોષે ભરાયેલા કારમાલિકો ફરિયાદ કરી રહ્યાં છે કે વીમા પોલિસી રિન્યૂ કરાવતી વખતે 70 ટકા જેટલી વધારાની રકમ ચૂકવવી પડે છે. છેલ્લા 12 મહિનામાં કાર ઇન્શ્યુરન્સ 43.1 ટકા મોંઘા બની ગયાં છે. ડાયરેક્ટ લાઇન કસ્ટમર ફરિયાદ કરી રહ્યાં છે કે ઇન્શ્યુરન્સ રિન્યૂઅલમાં 50 ટકાથી 75 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter