કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસઃ યુનિ.ને ફૂડ બેન્ક ચલાવવાની ફરજ પડી

કેટલીક યુનિ. મેડિકલ, પ્રવાસ સહિતની આર્થિક સહાય કરી રહી છે

Tuesday 19th September 2023 12:57 EDT
 

લંડનઃ દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારીના કારણે યુકેમાં દર 4માંથી એક યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ માટે ફૂડ બેન્ક ચલાવવાની ફરજ પડી રહી છે. હાયર એજ્યુકેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર 75 ટકા યુનિવર્સિટી વિદ્યાર્થીઓને રાહત દરે ભોજન અને પીણાં ઉપલબ્ધ કરાવી રહી છે. 50 ટકા યુનિવર્સિટી આરોગ્ય સેવા માટે આર્થિક સહાય આપી રહી છે જ્યારે 75 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવાસ અને ડિજિટલ ઇક્વિપમેન્ટ ખરીદવા માટે આર્થિક સહાય કરી રહી છે.

નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સે આ માટે સરકારની નીતિઓની નિષ્ફળતાને જવાબદાર ગણાવી છે. વાઇસ પ્રેસિડેન્ટ ક્લો ફિલ્ડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ભવિષ્યના નર્સ, ડોક્ટર અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓ છે. ગરીબી અને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે તેમના ભવિષ્યના સ્વપ્ન રોળાઇ રહ્યાં છે.

માન્ચેસ્ટર યુનિવર્સિટી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે લડવા માટે તેના વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપી રહી છે. તે વિદ્યાર્થીઓને ફૂડ વાઉચર અને હાર્ડશિપ ગ્રાન્ટ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને પોતાના ખર્ચને પહોંચી વળવા માટે સપ્તાહના 50 કલાક નોકરી કરવાની ફરજ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter