કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે દેશમાં ભૂખમરાની સ્થિતિ

33 ટકા પરિવાર ફૂડ બેન્ક અથવા કોમ્યુનિટી આઉટલેટ્સ પર નભે છે

Tuesday 16th May 2023 13:47 EDT
 
 

લંડનઃ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે બ્રિટનમાં ભૂખમરાની સ્થિતિ પેદા કરી દીધી છે. દર 3માંથી એક યુવાનનું કહેવું છે કે તેમનો પરિવાર ખોરાક માટે ફૂડ બેન્ક અથવા તો અન્ય કોમ્યુનિટી આઉટલેટ્સ પર આધાર રાખે છે. ચિલ્ડ્રન ચેરિટી બર્નાર્ન્ડોના એક અભ્યાસ અનુસાર કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ 10થી 25 વર્ષના યુવાઓની ખોરાકની ઉપલબ્ધિ અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહી છે.

ચેરિટીના જણાવ્યા અનુસાર 50 ટકા યુવાઓ છેલ્લા 6 મહિનામાં તેમને ઉપલબ્ધ થનારી ચીજો અંગે ચિંતામાં રહ્યાં હતાં. દર ચારમંથી એક યુવાનું કહેવું છે કે તેઓ નાસ્તા વિના જ દિવસનો પ્રારંભ કરે છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધી રહેલી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ યુવાઓના જીવનના લક્ષ્યાંક પર પણ અસર કરી રહી છે. હવે તેમને દરરોજની જરૂરીયાતોની ચિંતા કરવી પડે છે. હવે પરિવારો તેમની પાયાની જરૂરીયાત માટે જરૂરી આવકને જ મહત્વાકાંક્ષા ગણી રહ્યાં છે. પોતાના જીવનના લક્ષ્યાંક, ડ્રીમ જોબ અને મકાન ખરીદવા જેવા વિચારો હાંસિયામાં ધકેલાઇ ગયાં છે.

આવી સ્થિતિ છતાં યુવાપેઢી ધીરજ રાખીને સારા ભાવિના નિર્માણ માટે મહત્વાકાંક્ષા પર કામ કરી રહી છે. દર ચારમાંથી 3 યુવા માને છે કે તેઓ તેમની જરૂરીયાતો માટે પુરતા નાણા કમાઇ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter