કૌભાંડી નીરવ મોદી હજુ બ્રિટનમાં હોવા મુદ્દે પ્રીતિ પટેલને આઘાત

Wednesday 29th July 2026 06:19 EDT
 
 

લંડનઃ યુકેના શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે બેન્કિંગ ફ્રોડ અને મનીલોન્ડરિંગ કૌભાંડના આરોપી જ્વેલર નીરવ મોદી હજુ પણ બ્રિટનમાં હોવાં બાબતે આઘાત વ્યક્ત કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના બ્રિટિશ ભારતીય સાંસદ પ્રીતિ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,‘હું એ વાતથી હેરાન અને વ્યાકુળ છું કે નીરવ મોદી હજુ પણ બ્રિટનમાં છે.’ કોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ સાબિત થયા પછી એપ્રિલ 2021માં કન્ઝર્વેટિવ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નીરવ મોદીના ભારતને પ્રત્યર્પણનાં આદેશ પર સહી કરી હતી.

શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ‘ડેઈલી ટેલીગ્રાફ’ના પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘ભારતનાં સૌથી મોટા બેકિંગ કૌભાંડો પૈકી એકમાં વોન્ટેડ જ્વેલરને પ્રત્યર્પિત કરવામાં બ્રિટન નિષ્ફળ રહ્યું તે વાતથી ભારતીય અધિકારીઓ ખૂબ જ નારાજ હતા. જો અમારી સિસ્ટમ સમજપૂર્વક કાર્ય કરતી અને પ્રક્રિયાઓમાં વ્યસ્ત રહેતી ન હોત તો નીરવ મોદી હાલમાં બ્રિટનમાં ન હોત. હું ખૂબ જ હેરાન અને વ્યાકુળ છું કે નીરવ મોદી હજુ પણ અહીં છે અને મારે જણાવવું પડશે કે મને શંકા છે કે આનાથી ભારત સરકારને અમારી સાથે કાર્ય કરવામાં ખૂબ જ નિરાશા થતી હશે.’ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ બ્રિટિશ કાનૂન સિસ્ટમનો સ્પષ્ટ દુરુપયોગ છે.

ઉલ્લેખનીય છે કે 55 વર્ષીય ભાગેડુ જવેલર નીરવ મોદી 2 બિલિયન ડોલરનાં પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને મની લાન્ડરિંગ કેસમાં લંડનની જેલના સળિયા પાછળ બંધ છે. તેણે બ્રિટનમાં તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે અને ફ્રાન્સમાં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં પોતાની અંતિમ અપીલ પણ હારી ગયો છે. આ કારણોથી તેનું પ્રત્યર્પણ થવું હવે નિશ્ચિત માનવામાં આવે છે.

શેડો સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘2019થી 2022ના ટોરી સરકારના શાસનમાં હોમ સેક્રેટરી તરીકે આ કેસથી તેમના માટે જટિલતાઓ સર્જાઈ હતી કારણકે ભારત વિઝાની મુદત પછી પણ રહી જનારાઓને પરત લેવા બાબતે આનાકાની કરી રહ્યું હતું. નિષ્ફળ એસાઈલમ સીકર્સને પરત લેવાનો સ્વીકાર કરાવવાનુમં મારાં માટે મોટા પડકાર સમાન હતું. મને ખાતરી છે કે આની પાછળનું કારણ નીરવ મોદીનો અને અન્ય હાઈ પ્રોફાઈલ કેસનું હતું. જ્યાં સુધી કોઈ એક્શન ન લેવાય કે હિલચાલ ન જણાય ત્યારે તેમનું અમારા પણ સતત દબાણ રહેતું હતું. યુકેના પ્રત્યર્પણ કાયદાઓ અને સંધિઓ અનુસાર કાનૂની પ્રક્રિયાઓમાંથી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter