એલન રીડ ૩૬ વર્ષના હતા ત્યારે સફોકમાં ઇસ્ટ બર્ગોલ્ટ વતી રમતી વખતે તેમને ડાબી આંખ પર બોલ વાગ્યો હતો. જેથી આંખ પાછળનું દબાણ વધી જતા તેમને તે આંખે દેખાતું બંધ થઇ ગયું હતું. એલને તો તે પછી પણ વિવિધ રમતો રમવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ તાજેતરમાં ૮૪ વર્ષના એલનની જમણી આંખમાં મોતીયો આવતા ડોક્ટરોએ કરેલી તપાસમાં તેમની ડાબી આંખ પાછળનું દબાણ અોછું કરી શકાય તેમ છે તેમ જણાયું હતું.
જે સારવાર ૧૯૬૬માં શક્ય નહોતી તે હવે શક્ય બની હતી અને મિડલ્સબરોની જેમ્સ કૂક યુનિવર્સીટી હોસ્પિટલમાં ડો. વૈડેની કોલીન્સે તેમનું ત્રણ કલાક લાંબુ અોપરેશન કર્યું હતું અને ડાબી આંખની દ્રષ્ટી પરત મેળવી હતી.