લંડનઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સ્કેમના આરોપી ક્રિશ્ચિયન માઇકલના 3 સંતાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતાની મુક્તિ માટે પત્ર લખ્યો છે. ક્રિશ્ચિયન માઇકલ ડિસેમ્બર 2018થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. તેને દુબઇથી ભારત ખાતે પ્રત્યર્પિત કરાયો હતો.
ક્રિશ્ચિયન માઇકલના પુત્ર એલોઇસે મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી સપ્તાહમાં મારા પિતાને જેલમાં 7 વર્ષ પૂરા થશે. તેમના કેસની કોઇ સુનાવણી કરાઇ નથી. તેમના પર જે આરોપ મૂકાયા છે તે અપરાધ માટે પણ આટલા વર્ષની જ મહત્તમ સજા છે. 12 વર્ષની તપાસ પછી પણ ભારતીય સત્તાવાળા મારા પિતા સામે કેસની સુનાવણી કરી શક્યાં નથી. તેમના કેસની સુનાવણી ન કરવી એ માનવ અધિકારનું ઉલ્લંધન છે.