ક્રિસમસ સંદેશમાં સમુદાયોને એકજૂથ થવા કિંગ ચાર્લ્સનું આહવાન

પડકારો સામે મૂલ્યોનો ક્યારેય ત્યાગ નહીં કરવા કિંગની જનતાને અપીલ

Tuesday 30th December 2025 09:26 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સે તેમના ક્રિસમસ સંદેશામાં સતત વિભાજિત બની રહેલા વિશ્વમાં સમુદાયોને એકજૂથ થવાનું આહવાન કર્યું હતું. તેમણે જનતાને પોતાના પાડોશીઓની ઓળખ કરવા અપીલ કરી હતી. કિંગે તેમના પરંપરાગત સંબોધનમાં જણાવ્યું હતું કે, પડકારો સામે આપણા સમુદાયોને એકજૂથ રાખતા મૂલ્યોનો ક્યારેય ત્યાગ કરવો જોઇએ નહીં.

કિંગ ચાર્લ્સે મેડિવલ લેડી ચેપલ ખાતે ઓસ્ટ્રેલિયામાં બોન્ડી બીચ સહિતની ઇમર્જન્સીમાં મદદ કરનારા બહાદૂરોને બિરદાવ્યા હતા. કિંગે જણાવ્યું હતું કે, આપણું વિશ્વ ઝડપથી બદલાઇ રહ્યું છે ત્યારે આપણે શાંતિ જાળવવી જોઇએ. આ માટે કિંગે ટી એસ ઇલિયટની કવિતા ટાંકી હતી.

કિંગે તેમના સંબોધનમાં સામાજિક એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું વિવિધ ધર્મના લોકો સાથે મુલાકાત કરું છું. હું એ જાણીને ઘણો પ્રોત્સાહિત થાઉં છું કે આપણી વચ્ચે ઘણી સમાનતાઓ છે. આ વૈવિધ્યતા ધરાવતા સમાજોની મદદથી જ આપણે અસત્ય પર વિજય સુનિશ્ચિત કરી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter